Subscribe Us


🔘 *ગુજરાતની ભૂગોળના બેસ્ટ પ્રશ્નો.*      


1. વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે?

ધોળકા


2. બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?

બનાસકાંઠા


3. વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ?

પાવાગઢના ડુંગરમાંથી


4. મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ?

સરસ્વતી


5. જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ


6. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?

ભાવનગર


7. ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?

પ્રથમ


8. કચ્છના નાના રણમાં અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

ઝાલાવાડ


9. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતાં છે ?

સિમેન્ટ


10. શેઢી નદી કયાથી નીકળે છે ?

ધામોદના ડુંગરમાંથી


11. શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે ?

વિષ્ણુ


12. આરસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

બનાસકાંઠા


13. રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે ?

શૂરપાણેશ્વર


14. ગોપનાથ મહાદેવ નું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

ભાવનગર


15. ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ?

મહી અને શેઢી


16. કયા વૃક્ષના પાનમાંથી પડિયાં પતરાળા તૈયાર કરવામાં આવે છે ?

ખાખરા


17. સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વિપ આવેલો છે ?

દીવ


18. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

સોરઠ


19. ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે ?

લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદરા


20. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ? 

ખંભાળીયા


21. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે?

બનાસ,સરસ્વતી,રૂપેણ


22. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર કયા આવેલ છે ?

જૂનાગઢ


23. પૂર્ણ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે ?

ડાંગ


24. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ?

મુંદ્રા


25. જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ


26. રંગ-રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલ છે ?

પારનેરાની ટેકરીઓમાં


27. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?

હિરણ


28. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા આવેલ છે ?

વડનગર


29. અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે?

અરબી સમુદ્રને


30. ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે ?

વેળાવદર (ભાવનગર)


31. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

મહી નદી પર


32. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

જામનગર


33. ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કયા આવેલી છે?

સાપુતારા


34. ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો ?

જામનગર


35. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલ છે ?

નર્મદા (ભરૂચ)


36. બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે?

આભપરા


37. ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ?

સુરત


38. કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે ?

આરાસુરની


39. ગાંધીધામ કંડલા-પઠાણકોટ હાઇવે જે 8-A હતો તેનો નવો નંબર શું છે ?

141


40. મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા નંબરે છે ?

પ્રથમ


🙏આ માહિતી શેર કરજો🙏

Post a Comment

0 Comments