Subscribe Us

ગુણોત્સવ 2.O (GSQAC)




GSQAC stand for
Gujarat School Quality Accreditation Council
it is a department of GCERT



👉   Read Official Circular CLICK HERE
 
👉   ગુણોત્સવ 2.O માર્ગદર્શિકા  CLICK HERE  new

👉   ગુણોત્સવ નવી ગ્રેડ પદ્ધતિ   CLICK HERE new



ગુણોત્સવ 2.O ના નવા માળખા પ્રમાણે  નિચે મુજબ મૂલ્યાંકન કરવામાં આવશે



ભાગ 1: સ્વ-મૂલ્યાંકન
ભાગ 2 : CRC કો- ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકન 
ભાગ 3 : રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતાં ડેટા આધારિત મૂલ્યાંકન 
ભાગ 4: ક્રોસ વેરીફીકેશન 






________________________________________________

ભાગ 1:
સ્વ-મૂલ્યાંકન
     મુખ્ય ક્ષેત્ર 1: અધ્યયન અને અધ્યાપન 
પેટા ક્ષેત્ર 1.1 સામિયક કસોટી
પેટા ક્ષેત્ર 1.2 સત્રાંત કસોટી 1 અને 2



     મુખ્ય ક્ષેત્ર 2 : શાળા વ્યવસ્થાપન 
પેટા ક્ષેત્ર 2.1 શાળા સંચાલન
પેટા ક્ષેત્ર 2.2 સલામતી


     મુખ્ય ક્ષેત્ર 3 : સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ 
પેટા ક્ષેત્ર 3.1 પ્રાર્થના સભા
પેટા ક્ષેત્ર 3.2 યોગ વ્યાયામ અને રમત ગમત
પેટા ક્ષેત્ર 3 3 વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી


     મુખ્ય ક્ષેત્ર 4 : સંસાધનો અને તેનો ઉપયોગ 
પેટા ક્ષેત્ર 4.1 પુસ્તકાલયનો ઉપયોગ
પેટા ક્ષેત્ર 4.2 ટેકનોલોજીનો ઉપયોગ
પેટા ક્ષેત્ર 4.3 મધ્યાહન ભોજન
પેટા ક્ષેત્ર 4.4 પાણી શૌચાલય અને સ્વચ્છતા 

________________________________________________



ભાગ 2 :
CRC કો- ઓર્ડીનેટર દ્વારા મૂલ્યાંકન

     મુખ્ય ક્ષેત્ર 1 : અધ્યયન અને અધ્યાપન

  પેટા ક્ષેત્ર 1.4 અઘ્યયન માટે અસરકારક વાતાવરણ 

માપદંડ 1.4.1: શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર
માપદંડ 1.4.2: અસરકારક વર્ગખંડ વાતાવરણ.
માપદંડ 1.4.3: શિક્ષકો દ્વારા પ્રેરણા.
માપદંડ 1.4.4: વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સામગ્રી (LM)નો ઉપયોગ.
માપદંડ 1.4.5: ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવું.
માપદંડ 1.4.6: જે શીખ્યા હોય તેના વિશે વાત કરવી.



  પેટા ક્ષેત્ર 1.5 અઘ્યયન-અધ્યાપન પ્રક્રિયા 

માપદંડ 1.5.1: અધ્યાપન માટેની તૈયારી.
માપદંડ 1.5.2: અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણકાર્ય
માપદંડ 1.5.3 શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો
માપદંડ 1.5.4: વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન 
માપદંડ 1.5.5: અધ્યયનમાં સમાન તક

________________________________________________



ભાગ 3 :
રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતા ડેટા આધારિત મૂલ્યાંકન

     મુખ્ય ક્ષેત્ર 1: અધ્યયન અને અધ્યાપન
પેટાક્ષેત્ર 1.1: સામયિક કસોટી.
પેટાક્ષેત્ર 1.2ઃ સત્રાંત કસોટી 1 અને 2.....
પેટાક્ષેત્ર 1.3: વાંચન, લેખન અને ગણન.
પેટાક્ષેત્ર 1.6: શાળામાં હાજરી


     મુખ્ય ક્ષેત્ર 4 સંસાધનો અને તેનો ઉપયોગ
પેટા ક્ષેત્ર 4.2 ટેક્નોલોજીનો ઉપાયોગ
પેટા ક્ષેત્ર 4.3 મધ્યાહન ભોજન



     મુખ્ય ક્ષેત્ર 5: રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી
પેટાક્ષેત્ર 5.1: CET પરીક્ષામાં ભાગીદારી
પેટાક્ષેત્ર 5.2: CGMS પરીક્ષામાં ભાગીદારી


________________________________________________

ભાગ 4 :
ક્રોસ વેરિફિકેશન

Verifier દ્વારા શાળા દ્વારા થયેલ મૂલ્યાંકન તેમજ CRC કો-ઓર્ડીનેટર દ્વારા થયેલ મૂલ્યાંકન અને શાળા દ્વારા નિયમિત રીતે રાજ્ય કક્ષાએ ઓનલાઇન સબમિટ કરવામાં આવતા ડેટાની નિષ્પક્ષ અને સચોટ રીતે ચકાસણની કરવાની થશે. આ માટે તેમના દ્વારા નીચે મુજબની સૂચનાઓનું પાલન થાય તે આવશ્યક છે.


શાળાના મુલાકાતના દિવસે Verifier ની કામગીરી :

1.વેરિફિકેશનના દિવસે શાળાની પ્રાર્થનાસભાના સમય પહેલા શાળામાં પહોંચવું

2. પ્રાર્થનાસભામાં પૂર્ણ સમય ઉપસ્થિત રહેવું.

3. પ્રાર્થનાસભામાં Verifier કોઇ પ્રાસંગિક ઉદ્દબોધન ન કરે તે અપેક્ષિત છે.

4. પ્રાર્થનાસભા બાદ Verifier એ શાળાના આચાર્ય, સ્ટાફ અને SMC ના સભ્યો (જો હાજર હોતે તો) તેમની સાથે 5 થી

10 મિનિટની નાનકડી મિટિંગ કરી શાળા મુલાકાતનો હેતુ સ્પષ્ટ કરી સમગ્ર દિવસની કાયયોજના સ્પષ્ટ કરવી.

5. Verifier એ વૈરિફિકેશનના દિવસે શાળાના નિયત સમયપત્રકમાં ફેરફાર કરવો નહીં. જો મુલાકાતના દિવસે જે વર્ગ અને વિષયના વર્ગખંડકાર્યનું અવલોકન કરવાનું છે તે શિક્ષક/શિક્ષકોના તાસ ન આવતા હોય તો જ આચાર્યશ્રીને તે મુજબ તાસની ગોઠવણ કરવા પ્રાર્થનાસભા બાદની મિટિંગમાં જણાવવું.

6. વેરિફિકેશનના દિવસે જેમના વર્ગખંડકાર્યનું અવલોક્ન કરવાનું છે તે શિક્ષક/ શિક્ષકો રજા હોય તો તેમના બદલે કોના વર્ગખંડકાર્યનું અવલોકન કરવું તે માટે GCERT ખાતે કાર્યરત GSQAC STATE TEAM ના આપના જિલ્લાના સંબંધિત પ્રતિનિધિ અધિકારીનો અભિપ્રાય લેવો.

7. વેરિફિકેશન દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી શાળાના કોઈપણ શિક્ષકને પોતાની સાથે કામગીરીમાં રોકી રાખીએ નહીં.

8. વર્ગખંડકાર્યના અવલોકન વખતે Verifier એ વર્ગખંડ પ્રકિયામાં તેમના તરફથી કોઇપણ પ્રકારનો વિક્ષેપ ઊભો ન થાય તે થાય તેની ખાતરી કરવાની રહેશે.

9. વેરિફિકેશન દરમિયાન કોઈપણ માપદંડમાં શાળા દ્વારા અનિયમિતતા ધ્યાને આવતી હોય તો તેના આધારોની યોગ્ય નોંધ કરવાની રહેશે તેમજ તે આધારોને ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.

10. વેરિફિકેશનના દિવસે Verifier માત્ર તેમની કામગીરીમાં જ લક્ષ્ય આપશે તે સિવાયની શાળાની અન્ય બાબતોમાં રસ લેશે નહીં.

11. વેરિફિકેશન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની કે કોઈ માહિતી મેળવવાની થાય ત્યારે બાળ સુરક્ષાની માર્ગદર્શિકાને અનુસરવાની રહેશે.

12. SMC અધ્યક્ષ, SMC ના સભ્યો અને સમુદાયના અન્ય સભ્યોની શાળામાં ઉપસ્થિતિ જરૂરી નથી. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે કરવાની થતી ચર્ચા સંદર્ભે Verifier એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે જ્યારે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય ચર્ચા માટે ઉપસ્થિત રહેવાની અનુકૂળતા હોય ત્યારે જ ચર્ચા માટે બોલાવવાના રહેશે. SMCના તમામ સભ્યો ઉપસ્થિત રહે તે પણ અપેક્ષિત નથી.

13. વેરિફિકેશન માટેના દિવસે સમગ્ર દિવસ દરમિયાન શાળામાં ઉપસ્થિત રહી કામગીરી કરવાની રહેશે.

14. Verifier એ માત્ર શાળા કલાકો દરમિયાન જ તેનું કામ પૂર્ણ કરવાનું રહેશે. શાળા સમય પૂર્ણ થયા શાળાના આચાર્ય, સ્ટાફ કે બાળકોને રોકી શકાશે નહીં.

15. વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન કે વેરિફિકેશન પૂર્ણ થયે verifier એ શાળાને/ શાળાની કોઈપણ વ્યક્તિને નકારાત્મક રીમાર્ક કરશે નહીં.

16. Verifier એ શાળા છોડતાં પહેલા વેરિફિકેશન માટેનો જરૂરી ડેટા અને આધારો એકત્રિત કરી લેવું. કરી લીધા હોય તે સુનિશ્ચિત કરી લેવું.

17. વેરિફિકેશનની શાળા પાસેથી Verifier કોઇપણ પ્રકારનો અતિથિસત્કાર ન સ્વીકારે તે અપેક્ષિત છે. જો કે શાળા તરફ થી અપાતા ચા/કોફી – પાણી લઈ શકે છે.




()___________()_____________()



Abbreviations 

full form of

CET-કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
CGMS-મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ
CWSN - ચાઈલ્ડ વીથ સ્પેશિયલ નીડ (વિશેષ જરૂરિયાત વાળા બાળકો)
GCERT - ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
GSQAC - ગુજરાત સ્કૂલ ક્વોલીટી એક્રેડિટેશન કાઉન્સિલ
LM - લર્નિંગ મટીરીયલ (અધ્યયન સાહિત્ય)
NEP 2020 - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
RTE Act 2009 - રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009
SMC - શાળા વ્યવસ્થાપન સમિતિ
SDP - સ્કૂલ ડેવલોપમેન્ટ પ્લાન (શાળા વિકાસ યોજના)
VSK - વિદ્યા સમીક્ષા કેન્દ્ર




Post a Comment

0 Comments