Subscribe Us

Happy Teacher's day



સ્કૂલમાં ટીચર જ્યારે હાથમાં લાકડીથી મારે ત્યારે એક હાથમાં માર્યા પછી તે હાથ હાફ પેન્ટ પર લૂછી બીજો હાથ આગળ કરતો.હાથમાં લાગેલો લાકડીનો મેલ લૂછી લેતો કારણ સ્વચ્છતા મને ખુબ જ ગમતી હતી.


મારી સ્કૂલમાં ટીચર ઘણી વાર મારા માતાપિતાને લઇ આવવા આગ્રહ રાખતા કારણ તેઓ મને ડાયરેકટ કાઈ પણ કહેતા ઘબરાતા હતા.


હું જે પણ લખું તે મારા શિક્ષકોને મારા અક્ષર અને વાંચવાનું ખૂબ જ ગમતું તેથી મને એક જ સવાલનો જવાબ 10 વાર લખવાનું કહેતા.


કેટલીય વાર મારા શિક્ષકો મને જાણ કર્યા વગર તેમના કિંમતી ચોકના ટુકડા મારા તરફ કેચ કરવા ફેંકતા કારણ હું સારો ફિલ્ડર બનું.


પરીક્ષા વખતે ઘણી વાર 3 થઈ 4 શિક્ષકો મારી આજુબાજુ ,ઝેડ ટાઈપ સિક્યુરિટી આપવા પરીક્ષા પુરી થાય ત્યાં સુધી ઉભા રહેતા.


કેટલીય વાર મને બેન્ચ પર ઉભો કરી મારું સન્માન કરતા કારણ બાકીના વિદ્યાર્થીઓને હું વ્યવસ્થિત દેખાઉં અને તેમને પણ પ્રેરણા મળે અને મને બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત દેખાય એવો તેમનો મુખ્ય ઉદ્દેશ રહેતો.


શિક્ષકોને મારા સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી રહેતી તેથી મને સવારે વિટામિન ડી, ભરપૂર ઓક્સિજન અને ચોખ્ખી હવા મળે તે માટે મને ઘણી વાર સવારે કુમળા તડકામાં ઉભો રાખતા અને મેદાનમાં 5 રાઉન્ડ મારવાનું કહેતા.ત્યારે બાકીના વિદ્યાર્થીઓ પસીનાથી રેબઝેબ થઈ ભરેલા ક્લાસમાં ગૂંગળાઈને ભણાતાં હતા.


હું બીજા વિદ્યાર્થીઓ કરતા હોશિયાર હોવાથી ઘણી વાર શિક્ષકો મને કહેતા તું સ્કુલમાં કેમ આવે છે ? તારે સ્કૂલમાં આવવાની કોઈ જ જરૂર નથી.


વાહ..શુ સોનેરી દિવસો હતા.હજુ પણ યાદ આવે છે.

Post a Comment

0 Comments