Subscribe Us

આધુનિક ભારતીય વૈજ્ઞાનિકો અને તેમની શોધ


👉 શ્રીનિવાસ રામાનુજન

- પાઇ, નંબર થિયરી, સતત અપૂર્ણાંક, વિશ્લેષણ પર શોધ.


👉 હોમી જહાંગીર ભાભા

- BARC (ભાભા એટોમિક રિસર્ચ કેન્દ્ર ) ના સ્થાપક અને ભારતીય ન્યુક્લિયર પ્રોગ્રામના મુખ્ય સભ્ય. 


👉 જગદીશ ચંદ્ર બોઝ

- ક્રેસ્કોગ્રાફની શોધ કરી ( જે છોડમાં વૃદ્ધિ માપે છે) અને વનસ્પતિમાં જીવ હોય તે સાબિત કર્યું.


👉 સીવી. રામન

- 1928માં 'રામન ઇફેક્ટ'ની શોધ કરી.


👉 સત્યેન્દ્ર નાથ બોસ

- BEC થિયરી (બોઝ-આઈન્સ્ટાઈન કન્ડેન્સેટ થિયરી) આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સહયોગથી. 


👉 હર ગોવિંદ ખુરાના

- રાસાયણિક રીતે સંશ્લેષણ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક તથા આનુવંશિક કોડના તેમના અર્થઘટન અને પ્રોટીન સંશ્લેષણમાં કાર્ય


👉 ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ

- 'ભારતનું પ્રથમ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (SLV)' વિકસાવવાના પ્રોજેક્ટનું નિર્દેશન કર્યું અને ભારતના મિસાઈલ પ્રોગ્રામના વિકાસમાં


👉 શ્રીરામ શંકર અભ્યંકર

- 'બીજગણિત ભૂમિતિ'માં મહાન યોગદાન આપેલ છે.


👉 સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર

- એક સૈદ્ધાંતિક મોડેલની શરૂઆત કરી જે સફેદ દ્વાર્ફ (White Dwarf) તારાઓની રચનાને સમજાવે છે જેને 'ચંદ્રશેખર લિમિટ' કહેવાય છે. 


👉 રાજ રેડ્ડી

- વૉઇસ રેકગ્નિશન કુત્રિમ બુદ્ધિમતા (AI)ની શોધ કરી, પ્રથમ સિસ્ટમ 'હિયરસે 1' હતી.


👉 પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ

- 'ધ મહાલનોબીસ ડિસ્ટન્સ'ની સ્થાપના કરી અને મહાન આંકડા શાસ્ત્રી હતા.


👉 ડો.વિક્રમ અંબાલાલ સારાભાઈ

- ભારતીય અવકાશના પ્રોગ્રામ (ISRO) પિતા તરીકે ઓળખાય છે.


👉 એમ. વિશ્વેશ્વરાય

- બ્લોક સિસ્ટમની શોધ કરી, ફ્લડગેટ્સની ડિઝાઇન અને પેટન્ટ કરી. જે મહાન સિવિલ એન્જીનીયર હતા.


👉 જાનકી અમ્માલ

- વનસ્પતિ વૈજ્ઞાનિકો (વનસ્પતિશાસ્ત્રી) કે જેઓ હાઇબ્રિડ રીંગણની જાતોનું ઉત્પાદન કરે છે.


👉 વેંકટરામન રાધાકૃષ્ણન

- જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (GMRT) નો વિકાસ કર્યો


👉 એમ.એસ. સ્વામીનાથન

- ભારતીય આનુવંશિકશાસ્ત્રી જેમને ઘઉંની ઉચ્ચ ઉપજ આપતી જાતો (HYV) વિકસાવનાર.



✒️✅નોબલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિક


1. ચંદ્રશેખર વેંકટ રામન (સીવી રામન) - 1930

2. હર ગોવિંદ ખોરાના - 1968

3. સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર - 1983



✒️✅ભારતરત્ન વિજેતા વૈજ્ઞાનિક


1. ચંદ્રશેખર વેંકટ રામન (સીવી રામન) - 1954

2. ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ - 1997

3. સીએનઆર રાવ - 2014

Post a Comment

0 Comments