Subscribe Us

અસરકારક શિક્ષક બનવાના ૧૦ નિયમો

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

   * Fullform of TEACHER *

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

T - Talented (प्रतिभावान)

E - Educated (शिक्षित)

A - Adorable (प्यारा)

C - Caring  (ध्यान रखने वाला)

H - Helpful (सहायक)

E - Efficient (कुशल)

R - Responsible ( जिम्मेदार)



(પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર કાસીમ અલી શાહનાં એક લેક્ચર માંથી લીધેલા પોઈન્ટ્સ..)

૧) ટિચિંગને જવાબદારી સમજો, નોકરી નહીં.

૨) પોતાને હંમેશા ટિચિંગ માટે મોટીવેટેડ રાખો. તમારી એનર્જી તમારા વિદ્યાર્થીઓમાં ટ્રાન્સફર થવી જોઈએ.

૩) પોતાના વિષય પર grip મજબૂત રાખો અને lessons પ્લાન કરો.

૪) લીડરશીપનો ગુણ પોતાની અંદર ડેવલપ કરો.

૫) એક શિક્ષક હંમેશા પોતાના વિદ્યાર્થીઓને અલ્લાહ પર અને પોતાની મેહનત પર યકીન કરતા શીખવાડે છે. 

૬) સફળ શિક્ષક એક vision સાથે ચાલતો હોય છે. સમાજમાં બદલાવ માટે પોતાના વિદ્યાર્થીઓને પણ vision આપવું જરૂરી છે. હેતુ વગરની મેહનત કારગર નથી નીવડતી.

૭) એક શિક્ષક તરીકે તમારુ સૌથી પહેલું કામ છે પોતાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ બાકી રાખવો અને તેમનામાં ભણીને સારો વ્યક્તિ બનવાનો જઝબો ટકાવી રાખવો.

૮) પોતાનું કેરેક્ટર શ્રેષ્ઠ બનાવો. એક શિક્ષક ફક્ત ભણાવીને જ નહીં, પોતાના ઉચ્ચ કેરેક્ટર વડે હજારોને પ્રભાવિત કરી શકે છે.

૯) એક સફળ શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓને વિચારતા શીખવે છે અને તેમને 'think out of box' કરવા માટે પ્રેરિત કરે છે.

૧૦) એક શિક્ષક ફક્ત પોતાના વિષય સુધી સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓને માનવતાના ગુણ પણ શીખવાડે છે.

Post a Comment

0 Comments