આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદા. જુઓ :
💧 *ક ખ ગ ઘ ઙ* - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.
💧 *ચ છ જ ઝ ઞ* - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
💧 *ટ ઠ ડ ઢ ણ* - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
💧 *ત થ દ ધ ન* - આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.
💧 *પ ફ બ ભ મ* - આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.
આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.
બીજા ને પણ મોકલો અને આપણી ભાષા નો ગર્વ વધારો...
0 Comments
Text us, we will reply soon.
Team Alpha