Subscribe Us


✍️ *બિનસચિવાલય માટે ગુજરાતી સાહિત્ય ના 50 બેસ્ટ પ્રશ્નો.*


1. 'ગુજરાતનો તપસ્વી' રચના કોની છે?

જવાબ: કવિ ન્હાનાલાલ


2. 'ડોલનશૈલી' નો પ્રણેતા કોણ છે?

જવાબઃ કવિ ન્હાનાલાલ


3. 'ડોલનશૈલી' બીજા કયા નામે ઓળખાય છે?

જવાબ: અપદ્યાગદ્ય


4. અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય કયું છે?

જવાબઃ બાપાની પીંપર


5. 'બાપાની પીંપર' કાવ્યના કવિ કોણ છે?

જવાબઃ દલપતરામ


6. ફાર્બ્સવિરહ કોની કૃત્તિ છે?

જવાબઃ કવિ ન્હાનાલાલ


7. પેરિલિસિસ નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ચન્દ્રકાન્ત બક્ષી


8. 'એકલતાના કિનારા' નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ચન્દ્રકાન્ત બક્ષી


9. 'જાતકકથા' નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ચંદ્રકાન્ત બક્ષી


10. 'પડઘા ડૂબી ગયા' નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ચંદ્રકાન્ત બક્ષી


11. 'વંશ' નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ચન્દ્રકાન્ત બક્ષી


12. ‘કલાપી એવોર્ડ' કયા ક્ષેત્રમાં પ્રદાન માટે અપાય છે?

જવાબઃ ગઝલ


13. 'કલાપી એવોર્ડ' કોનાં દ્વારા અપાય છે?

જવાબઃ INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા 


14. પ્રથમ કલાપી એવોર્ડ કોને આપવામાં આવ્યો?

જવાબઃ અમૃત ઘાયલ


15. કલાપી એવોર્ડ કયારથી આપવામાં આવે છે?

જવાબઃ કલાપી પુરસ્કાર દર વર્ષે ૧૯૯૭થી આપવામાં આવે છે. 


16. 2018ના વર્ષનો કલાપી એવોર્ડ કોને આપવામાં આવ્યો?

જવાબઃ રાજેશ વ્યાસ


17. 'પગરવ' ગઝલસંગ્રહ કોણે આપ્યું છે?

જવાબ: આદિલ મન્સૂરી


18. 'શૈલા મજમુદાર' નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ચિનુ મોદી


19. 'ભાવ અભાવ' નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ચિનુ મોદી


20. 'પહેલા વરસાદનો છાંટો' નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ચિનુ મોદી


21. સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધારે ઘનતા કોણ ધરાવે છે?

જવાબઃ મૃતતારો ( Black Hole )


22. ઘીની શુદ્ધતા ચકાસવા શાનો ઉપયોગ કરવામાં આવે છે?

જવાબઃ નાઇટ્રીક એસિડ


23. ચિત્રકાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો?

જવાબઃ ચકોર


24. ચરક કયા રાજાના રાજવેદ્ય હતા?

જવાબઃ રાજા કનિષ્ક


25. સ્વતંત્ર ભારતનું સર્વપ્રથમ આયોજનબદ્ધ નગર કયું છે?

જવાબઃ ચંદીગઢ


26. 'ગગન ખોલતી બારી' કાવ્યસંગ્રહ કોણે લખ્યો?

જવાબઃ ચંદરક્ત શેઠ


27. 'નંદ સામવેદી' લલિત નિબંધસંગ્રહ કોણે લખ્યું છે?

જવાબઃ ચંદ્રકાન્ત શેઠ


28. કબડ્ડીની રમત એશિયન ગેમ્સમાં ક્યારે સમાવવામાં આવી?

જવાબઃ 1990


29. કેરમની રમતમાં જીત માટે સૌથી પહેલાં કેટલાં પોઇન્ટ બનાવવા પડે?

જવાબઃ 29


30. 'એકતારો' ભજન સંગ્રહ કોણે આપ્યું?

જવાબઃ ઝવેરચંદ મેઘાણી


31. 'રા ગંગાજળીયો' નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ઝવેરચંદ મેઘાણી


32. 'ગુજરાતનો જય' નવલકથાના લેખક કોણ છે?

જવાબઃ ઝવેરચંદ મેઘાણી


33. 'શાણો' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે?

જવાબઃ ઝવેરચંદ મેઘાણી


34. 'શિવાજીનું હાલરડું'  ગીતસંગ્રહ કોણે લખ્યું?

જવાબઃ ઝવેરચંદ મેઘાણી


35. 'ગોલ્ડન રેડ' શબ્દ કઈ રમતનો છે? 

જવાબઃ કબડ્ડી


36. 'ડુક મારવી' શબ્દ કઈ રમતનો છે?

જવાબઃ  ખોખો


37. 'બ્લોકીંગ' શબ્દ કઈ રમતનો છે?

જવાબઃ વોલીબોલ


38. ઈરાની ટ્રોફી કઈ રમત માટે અપાય છે?

જવાબઃ ક્રિકેટ


29. 'સિલી પોઈન્ટ' શબ્દ કઈ રમતનો છે?

જવાબઃ ક્રિકેટ


40. ખોખોની સિનિયર ભાઈઓ અને બહેનોની રમતમાં બે ખૂંટ વચ્ચે કેટલું અંતર હોય છે?

જવાબઃ 24 મીટર


41. 20Hz થી નીચેની આવૃત્તિઓ વાળા ધ્વનિને શું કહે છે?

જવાબ: ઇન્ફ્રાસોનિક


42. 20,000Hz થી વધુ આવૃત્તિઓ વાળા ધ્વનિને શું કહે છે?

જવાબઃ અલ્ટ્રાસોનિક


43. વ્યક્તિની સાંભળવાની શક્તિ શાના દ્વારા માપી શકાય છે?

જવાબઃ ઓડિયોમીટર


44. કેન્સર શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો?

જવાબઃ હિપ્પોક્રેટસ


45. ગૌરીશંકર સરોવર ક્યાં આવેલું છે?

જવાબઃ ભાવનગર


46. નજરબાગ ક્યાં આવેલો છે?

જવાબઃ વડોદરા


47. ગુજરાતનું સમુદ્ર સપાટીથી સૌથી ઊંચું સ્થળ કયું છે?

જવાબઃ અસ્તમ્બા


48. ભારતનું સૌપ્રથમ સૌરઉર્જા ગામ કયું છે?

જવાબઃ ખોડીયા


49. ફાગુન કયા રાજયનું લોકનૃત્ય છે?

જવાબઃ બિહાર


50. 'મચા' કયા રાજયનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે?

જવાબઃ મધ્યપ્રદેશ


🙏આ માહિતી share કરજો🙏

Post a Comment

0 Comments